ઝાલોદ: ઝાલોદ પોલીસે ધાવડીયા ચેકપોસ્ટ પરથી 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડયો
Jhalod, Dahod | Nov 1, 2025 આજે તારીખ 01/11/2025 શનિવારના રોજ સવારે 11 કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી મુજબ ઝાલોદ પોલીસે સિમેન્ટ ટેન્કરના 'ગુપ્ત ખંડ'માંથી 1 કરોડથી વધુનો દારૂ ઝડપી પાડ્યો.ઝાલોદના ધાવડીયા ચેકપોસ્ટ પર ઇન્ચાર્જ PI કે.કે. રાજપૂતની ટીમને મોટી સફળતા.રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂનો જથ્થો ઝડપાયો, ટેન્કર ડ્રાઇવરની અટકાયત.