વિસનગર: આથમણા ઠાકોરવાસમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
વિસનગર શહેર પોલીસને બાતમી મળી હતી કે આથમણા ઠાકોરવાસમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમે છે. જે બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે જઈ રેડ કરતા જુગાર રમતા ત્રણ શખ્સો ને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે જુગાર સાહિત્ય સહિત રોકડ રૂપિયા 32400 કબજે ઝડપાયેલ ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.