ધોળકા: ધોળકા ખાતે લો કોલેજનો ઉદઘાટન સમારોહ યોજાયો
તા. 28/09/2025, રવિવારે સવારે 11 વાગે ધોળકા ખાતે ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધોળકા લો કોલેજનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. લો કોલેજનું ઉદઘાટન પરમ પૂજ્ય મહંત શ્રી શિલભૂષણદાસ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ડો. મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.