મોરબી તાલુકાના રંગપર - જેતપર રોડ પર વિરાટનગર નજીકથી પસાર થતા એક ટ્રક નં. RJ 07 GE 4713 ના ચાલકે અહીંથી પસાર થતાં બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઈક ચાલક કિરણસિંહ રાજુભાઇ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકના પિતા રાજુભાઇ મોતીભાઈ પરમારએ ટ્રક ચાલક વિરુદ્ધ ગતરાત્રીના ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.