માણસા: અનોડિયા સાબરમતી નદીમાં જોવા મળેલ મગરને પકડવા સર્ચ ઓપરેશન#Rescue
ગઈકાલે અનોડિયા સાબરમતી નદી કિનારે મગર જોવા મળ્યો હતો. જે બાદ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જેની જાણ માણસા વન વિભાગ અને જય ભોલે રેસ્ક્યુ ટીમને કરવામાં આવી હતી. રવિવારે સાંજે 5 વાગ્યા મુજબ અનોડિયા સાબરમતી નદીથી લઈને અંબોડ સાબરમતી નદી સુધી બંન્ને ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હજુ સુધી મગરનો કોઈ પત્તો લાગ્યો નથી. બંન્ને ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.