વડોદરા: માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જુનિયર રનની 12મી આવૃત્તિનું આયોજન,મોટી સંખ્યામાં શાળાના બાળકોએ ભાગ લીધો
વડોદરા : માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે વડોદરાની જુનિયર રન 12મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 4000 થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેરેથોનના જુનિયર રનનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકો સાથે આવેલા વાલીઓ,આયોજકો દ્વારા પર્યાવરણની જાળવણી તેમજ પ્લાસ્ટિક મુક્ત શહેરની શપથ લેવડાવવામાં આવી હતી.