સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે ચાલી આવતા 40 વર્ષીય સદ્દામ હુસૈન ઈરફાન રાય નું મોત થયું છે.વર્ષ 2023 માં નવસારી રૂરલ પોલીસના પોક્સો અને બળાત્કાર સહિત અપહરણ ના ગુન્હામાં આરોપીને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારી હતી.જે આરોપી સુરતની લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.દરમ્યાન રવિવારે સવારે અગિયાર કલાકે ખભાના ભાગે દુખાવો ઉપડતા નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.