કમોસમી વરસાદ કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને થયેલા પારાવાર નુકસાન વચ્ચે મૂળ બાદલપુર ગામના અને અમદાવાદ સિ્થત સૌરાષ્ટ્રના ઉદ્યોગપત દિનેશ કુંભાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે. પોતાના વતન સહિતના 4 ગામના કમોસમી વરસાદથી પાક ગુમાવનારા ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની માતબર સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી બાદલપુર, સાંખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર ગામના 1200થી વધુ ખાતેદારોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.ત્યારે કોંગ્રેસના લાલજી પટેલે આપી પ્રતિક્રિયા