મુળી: રતનપર ટિંબા ખાતે કોલસાના ખનન પર પ્રાંત અધિકારીનો દરોડો
ચોટીલા પ્રાંત અધિકારી તથા ટીમ દ્વારા રતનપર ટીંબા ખાતે સીમ વિસ્તારમાં દરોડો કરી કોલસાના ગેરકાયદેસર ખનન કરતા ટ્રેક્ટર ચરખી જનરેટર તથા ગેરકાયદેસર કોલસાનો જથ્થો સહિત 26 લાખ રૂપિયાથી વધુનો મુદ્દા માલ જપ્ત કરી ખનીજ માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી