વડોદરા પશ્ચિમ: MSUનો પદવીદાન સમારોહ તા.8 નવેમ્બરે યોજાશે, રાજ્યપાલ મુખ્ય અતિથિ, 14000 વિદ્યાર્થીઓને ડિગ્રી મળશે
નવા વાઈસ ચાન્સેલરના નામની જાહેરાત થતા સત્તાધીશોને પદવીદાન સમારોહ પાછો ઠેલવો પડયો હતો. જોકે હવે વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવા માટે વધારે રાહ જોવી નહીં પડે. પદવીદાન સમારોહ બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ જે તે ફેકલ્ટીમા વિદ્યાર્થીઓને ડિગ્રી વિતરણ કરવામાં આવશે.