ધોળકા: જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધોળકા પંથકના પ્રશ્નોની ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ રજૂઆત કરી
તા. 18/10/2025, શનિવારે બપોરે 12 વાગે મળેલી માહિતી અનુસાર આજરોજ અમદાવાદ જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ધોળકા વિધાનસભા વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, સાંસદ નરહરિભાઈ અમીન, અન્ય ધારાસભ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.