વેરાવળની સાંપ્રત એજ્યુકેશન અને ચેરિટેબલ સંસ્થા ખાતે વેરાવળ તેમજ આસપાસના વિસ્તારોમાં વસતા દિવ્યાંગો માટે એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં તેઓ પોતાનું જીવનધોરણ સારી રીતે જીવી શકે તે માટે અમદાવાદ અંધજન મંડળ સંસ્થાના સહયોગથી 48 જેટલા દિવ્યાંગોને રૂ.5 લાખથી વધુની રકમના સ્વરોજગાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.