જૂનાગઢ: ભેસાણમાં તાલુકા પંચાયત કારોબારી ચેરમેનને એક શખ્સે ધારાસભ્યના PA હોવાનો રોફ જમાવી ધમકી આપ્યા મામલે Dysp એ આપી માહિતી
ભેસાણ પોલીસ સ્ટેશનમાં એક ગુનાહિત ધમકી આપ્યા મામલે પોલીસ ફરિયાદ થઈ છે. બનાવની વિગત મુજબ દર્શન સાવલિયા નામના વ્યક્તિએ ધારાસભ્યના પ્રતિનિધિ હોવાનો રોફ જમાવી ભેસાણ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મુકેશભાઈ સતાસીયા ને ગાળાગાળી કરી બહાર નીકળશે તો પતાવીશ દઈશ એવી ધમકી આપી ગુનો કર્યા બાબતને લઈ ડી.વાય.એસ.પીએ જુનાગઢ શહેર ખાતે આવેલ SOG ઓફિસ ગ્રામ્ય ડી.વાય.એસ.પી કચેરી ખાતેથી માહિતી આપી છે.