વાપી: વાપી મહાનગરપાલિકાની નવી વોર્ડરચના : 13 વોર્ડમાં 52 બેઠકો ફાળવાઈ
Vapi, Valsad | Sep 18, 2025 સાંજે 8 કલાકે મળતી માહિતી મુજબ, વાપી મહાનગરપાલિકાની વસ્તી વધારા સાથે હવે વોર્ડોની નવી રચના જાહેર કરવામાં આવી છે. અગાઉ 11 વોર્ડ અને 44 બેઠકોનો સમાવેશ થતો હતો, પરંતુ તાજેતરમાં 11 ગામો મનપામાં જોડાતા ચૂંટણીપંચે નવા હદ સીમાકન સાથે કુલ 13 વોર્ડમાં 52 બેઠકો ફાળવી છે. આ રચના વર્ષ 2011ની વસતી ગણતરીના આંકડા આધારે કરવામાં આવી છે.