બોરસદ: રૂપિયા 1.60 કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- અલારસાનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
Borsad, Anand | Dec 18, 2025 રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે આજે બોરસદ તાલુકાના અલારસા ગામ ખાતે રૂપિયા 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બોરસદ તાલુકાના કઠોલ ગામ ખાતે રૂપિયા 45 લાખના ખર્ચે તૈયાર થનાર આયુષ્માન આરોગ્યમંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.