ઝાલોદ નગરમાં ‘વિઝિબલ ક્લિનિંગ’ અભિયાનને વેગ ચીફ ઓફિસર યોગેશ જે. ગણાત્રાની રૂબરૂ વિઝિટ, સ્વચ્છતા માટે સ્પષ્ટ માર્ગદર્શનઝાલોદ નગરમાં નાગરિકોને આંખે વળગે તેવી સ્વચ્છતા અનુભવાય તેવા ઉદ્દેશ સાથે નગરપાલિકા દ્વારા ‘વિઝિબલ ક્લિનિંગ’ અભિયાનને વધુ અસરકારક બનાવવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ઝાલોદ નગરપાલિકા ના ચીફ ઓફિસર યોગેશ જે. ગણાત્રા, સેનેટરી ઈન્સ્પેક્ટર તેમજ સેનિટેશન વિભાગના કર્મચારીઓ સાથે નગરના મુખ્ય વિસ્...