આગાની દોઢ વર્ષની અંદર સુરતના અઠવાલાઇન્સ સ્થિત હેડ ક્વાર્ટર અને અમરોલી,પાલ સહિત ભેસ્તાન વિસ્તારમાં શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ - અધિકારીઓ માટે નવા રહેણાંક મકાનો તૈયાર કરવામાં આવશે.રૂ.75 કરોડના ખર્ચે આ મકાન સાકાર થવાના છે.જે મકાનોનું ભૂમિપૂજન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. અઠવાલાઇન્સ સ્થિત હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશ દલાલ અને પો.કમી.હાજર રહ્યા હતા.