સરકારી કુમાર છાત્રાલય ખાતે ફાયર સેફ્ટી અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ
Botad City, Botad | Sep 27, 2025
સમાજ કલ્યાણ વિભાગ હેઠળ બોટાદના સરકારી કુમાર છાત્રાલય ખાતે ફાયર સેફ્ટી અને જાગૃતિ માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગના અધિકારી શ્રી કુલદીપસિંહ ડોડીયા તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને અગ્નિસુરક્ષા વિશે જાગૃત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે વિદ્યાર્થીઓને ઓક્સિજન, ઇંધણ અને તાપમાન વચ્ચેના સંબંધ અને આગ ફેલાવાના પ્રાથમિક કારણો સમજાવાયા હતા.