તળાજા: વિનિયન કોલેજ ખાતે નગરપાલિકાની ચૂંટણીમાં 28 બેઠકોમાંથી 17માં ભાજપનો અને 11માં કોંગ્રેસનો વિજય થયો
ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકાની ચૂંટણીનું બે દિવસ પહેલા મતદાન થયું હતું ત્યારે આજે સવારે સરકારી વિનયન કોલેજ ખાતેથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરી નવ વાગ્યે શરૂ કરવામાં આવી હતી તે આજે બપોરે 12:00 કલાકે જાણવા મળતી માહિતી મુજબ નગરપાલિકાની ચૂંટણીમાં 28 બેઠકોમાં ભાજપે 17 કબજે કરી છે જ્યારે કોંગ્રેસને 11 મળી છે જેથી તળાજા નગરપાલિકામાં હવે ભાજપની સત્તા બેસશે