સુઈગામ: સરહદી પંથકમાં અતિ ભારે વરસાદને લઈને નવ દિવસ માટે ટુરીઝમ બંધ..
સરહદી વિસ્તારમાં ભારે પવન અને વરસાદના પગલે અનેક વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે.જ્યારે સુઈગામ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે નડાબેટ વિસ્તારમાં મોટું નુકસાન ટુરીઝમ માટે બનાવેલ નડાબેટ ટુરીઝમમાં પણ ભારે પવન અને વરસાદના પગને મોટું નુકસાન થયું છે.ભારે પવનના કારણે ટુરિઝમમાં લગાવેલ શેર સોલાર પ્લેટ અને એલઇડી તૂટી જતા કરોડો રૂપિયાનું નુકસાન નવ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે.ભારત પાકિસ્તાન બોર્ડર વરસાદી પાણી ફરિવળતા રસ્તો તૂટી જતા અવરજવર બંધ થઈ છે.