નવસારી: નવસારીમાં ૨૫ લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો: એલસીબીની ટીમે મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપી ઝડપી પાડ્યા
મંગળવારે 5 વાગ્યે મળતી માહિતી મુજબ નવસારીમાં લીબર્ટી જ્વેલર્સની દુકાનમાં ખોટી ઓળખ આપી ૨૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ટોળકીને એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધી છે. રમેશ અંબાલાલ આંગણીયા પેઢીના કર્મચારી હોવાનું કહી સસ્તા ભાવે આંગણીયુ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર મુસ્તુફા ઉર્ફે મુન્નો તથા તેનો સાગરીત ખુદુશ ઉર્ફે કઈમને રોકડ ૨૫ લાખ રૂપિયા અને મોબાઇલ સાથે નવસારી ગ્રીડ નજીકથી ઝડપી પાડવામાં આવ્યા.