સિહોર તાલુકાના સોનગઢ ગામમાંથી પસાર થતા રાજકોટ-ભાવનગર હાઇવે પર વહેલી સવારે એક ગંભીર અને ચિંતાજનક અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલક જાહેર માર્ગ પર બેફામ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો, તે દરમિયાન અચાનક ડાબી સાઈડનું ટાયર ફાટતા ડ્રાઇવર સ્ટેરિંગ પરથી સંપૂર્ણ કાબૂ ગુમાવી બેઠો હતો.કાબૂ ગુમાવ્યા બાદ કાર રોડ પર પલ્ટી મારી ગઈ હતી અને ત્યારબાદ ગાડી સીધી કરવા જતા સાઈડમાં આવેલી દુકાનના ઓટલાને ભારે નુકશાન પહોંચ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર થયો