વાંસદા: વાંસદાના ખાનપુર ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
Bansda, Navsari | Sep 17, 2025 નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાનપુર ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન માહલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા સહિત આરોગ્ય વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.