ભુજ: ખાવડા આર.ઈ. પાર્ક નજીકથી 16.43 લાખનો પદાર્થ જપ્ત
Bhuj, Kutch | Nov 24, 2025 ભુજ તાલુકાના ખાવડા પંથકમાં કુરનમાં આવેલા આર.ઈ. પાર્કમાં ટેન્કરમાં નોઝલ, ફ્યુઅલ મીટર રાખીને અન્ય વાહનોમાં પેટ્રોલિયમ પદાર્થ વેચતા બે શખ્સને પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રૂા. 16,43,126નો પદાર્થ જપ્ત કરાયો હતો. ખાવડા આર.ઈ. પાર્ક એન.ટી.પી.સી.ની શ્રમિક વસાહતમાં પોલીસે ગઈકાલે સાંજે પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આ વસાહતમાં ઊભેલાં એક ટેન્કરમાં પેટ્રોલિયમ પદાર્થ ભરી અન્ય વાહનોમાં ભરાતો હોવાની બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી અને અહીંથ