વાંસદા તાલુકામાં દીપડાની વધતી ઉપસ્થિતિ વચ્ચે આજે વાંસદા–ઉનાઈ નેશનલ હાઈવે 56 પર ફરી એક વાર દીપડો જોવા મળ્યો હતો. સાંજના સમયે હાઈવે પાસે દેખાયેલા આ જંગલી પ્રાણી પછી વિસ્તારમાં વાહનચાલકો અને લોકોએ સાવચેતી દાખવી હતી. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ દીપડાઓનું વસવાટ સ્થાન ગણાતું વાંસદા ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. જંગલ વિસ્તાર નજીક હોવાથી દીપડા વારંવાર રોડની આજુબાજુ જોવા મળી જતા હોય છે, જેના કારણે વન વિભાગ દ્વારા લોકોને સંભાળપૂર્વક વાહન ચલાવવા અનુરોધ.