વડોદરા પૂર્વ: સંસ્કારી નગરી વડોદરાને દુલ્હનની જેમ સજાવાયુ:રાત્રે જોવા નીકળશો તો ક્યારે સવાર પડશે ખબર પણ નઈ પડે
અકોટા દાંડિયા બજાર બ્રિજ, કાલાઘોડા, માંડવી ગેટ, ચકલી સર્કલ, સુશેન સર્કલ સહિતના સ્થળોએ પણ અલગ અલગ થીમ પર રોશની અને શણગાર કરવામાં આવ્યો છે. જેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રસ્તાઓ પરથી પસાર થતાં લોકોના મુખે એક જ વાત છે, તેઓ વિદેશના કોઈ માર્ગ પરથી પસાર થઇ રહ્યાં હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.