જૂનાગઢ: કમોસમી વરસાદના કારણે પરિક્રમાનો રુટ ધોવાતા અન્નક્ષેત્રો ચલાવતા સેવાભાવીઓને ઉતારા મંડળના પ્રમુખ દ્વારા અપીલ કરાઈ
જુનાગઢ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે પડેલ કમોસમી વરસાદના કારણે પરિક્રમાનો રુટ ધોવાતા અનુ ક્ષેત્રો ચલાવતા સેવાભાવીઓને ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા દ્વારા અપીલ કરવામાં આવી છે. જ્યાં સુધી તંત્ર તરફથી સૂચના ન મળે ત્યાં સુધી અન્નક્ષેત્રો ચલાવતા લોકોને અહીં ન આવવા અપીલ કરવામાં આવી છે.