વલસાડ: એલસીબી પોલીસે ગુંદલાવ ફલાહ હોટલ પાસેથી બંધ બોડીના ટેમ્પામાં લઈ જવાતા 12,45,120ના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો
Valsad, Valsad | Sep 24, 2025 બુધવારના 10:00 કલાકે એલસીબી પોલીસે પ્રેસનોટ દ્વારા આપેલી વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતી.જે દરમિયાન બાતમીના આધારે ગુંદલાવ ફલાહ હોટલ પાસેથી બંધ બોડીના ટેમ્પામાં લઈ જવાતા 12,45,120 ના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. કુલ 22,50,620 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને ઝડપી, બેને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.