પાંડેસરા જીઆઈડીસી માંથી પસાર થતી ખાડી પરના દબાણો દૂર કરવા સંકલન બેઠકમાં રજૂઆત કરી.ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલે રવિવારે જણાવ્યું કે,ખાડીથી નિયત કરેલા મીટર દુર બાંધકામોની મંજૂરી આપવામાં આવે.કારણકે,ચોમાસાની સિઝનમાં ગેરકાયદેસરના દબાણો પાણી નિકાલની સમસ્યામાં અવરોધ રૂપ બને છે.જેને કારણે શહેરમાં પાણી ભરાવા સહિતની ગંભીર સમસ્યા વીતેલા ચાર-પાંચ વર્ષથી જોવા મળી રહી છે.સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી.