વિસનગર: ફ્રેન્ડશીપ' મામલે હુમલો: ગેલેક્સી હબ માર્કેટમાં બે યુવકોને લોખંડની પાઇપથી માર મરાયો, 3 ઝડપાયા
વિસનગર શહેરની કમાણા ચોકડી પાસે આવેલી ગેલેક્સી હબ માર્કેટમાં ખુલ્લેઆમ મારામારી કરતા બે યુવકોને લોખંડની પાઇપ તેમજ ઢોર માર મારતા હોવાનો વિડિઓ સામે આવ્યો હતો. જે બાદ પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી હતી. જ્યાં બંને યુવકો મારામાંથી બચી નાસી ગયા હતા અને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગે યુવકે વિસનગર શહેર પોલીસ મથકમાં 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી ત્રણ શખસોની ધરપકડ કરી છે.