આ આધુનિક પદ્ધતિથી ઓછા સમયમાં મોટા વિસ્તારમાં દવા છાંટણી શક્ય બની છે.ડ્રોન દ્વારા દવા છાંટવાથી શ્રમ ખર્ચ ઘટે છે તેમજ ખેડૂતોને આરોગ્ય સંબંધિત જોખમ પણ ઓછું થાય છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર, પરંપરાગત પદ્ધતિની સરખામણીએ ડ્રોનથી દવા છાંટવાથી દવાનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય છે અને પાકને વધુ અસરકારક રીતે રક્ષણ મળે છે.ખેતીમાં ટેક્નોલોજીના આ નવા પ્રયાસથી ઉત્પાદન વધશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.