કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વીરેન્દ્રસિંહ પરમાર દ્વારા એક વૉટ્સએપ ગ્રુપમાં શુક્રવારે રાત્રે દસ કલાકે કાલોલ તાલુકા પંચાયતની અલગ અલગ ઓફિસના ફોટો શેર કરી જણાવ્યું હતું કે સવારે ૧૧:૩૦ વાગ્યા સુધી કોઈ સ્ટાફ હાજર થતો નથી અને સવારે એક સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા પણ ફેસબુક લાઇવ કરી આજ મુદ્દાઓ ઉઠાવ્યા હતાં અને તાલુકા પંચાયતનો સ્ટાફ તેમની ફરજ પ્રામાણિકતાથી નિભાવતા ન હોવાનું જણાવ્યું હતું.