નવસારી: નવસારીમાં લૂંસીકુઇ ખાતે બે એક્ટિવા વચ્ચે અથડામણ, મહિલા ઇજાગ્રસ્ત
નવસારી શહેરના લુન્સીકુઇ વિસ્તાર પાસે આવેલી પુષ્પક સોસાયટી તરફ જવાના રોડ પર સુઝુકી એક્સેસ મોપેડ અને બીજી એક્સેસ મોપેડ વચ્ચે અથડામણ થતાં મહિલા હલકીઇજાગ્રસ્ત બન્યા હતા. કુલદિપસિંહ સેખાવત પોતાના કબ્જાની મોપેડ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતાં દિપાલીબેન રાઠોડને ટક્કર મારી હતી, જેમાં તેમને જમણા હાથ અને પગમાં સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાને લઈને નવસારી ટાઉન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.