ભુજ: આશાપુરા નગરના યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો
Bhuj, Kutch | Oct 26, 2025 એરપોર્ટ રોડ પર આવેલ આશાપુરા નગરમાં રહેતા 30 વર્ષીય યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ 30 વર્ષીય કિશોરભાઈ ચાવડાએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. બનાવ શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો. બનાવ બાદ તેને જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર