વેપારી મથક ડીસા શહેરમાં આવેલી બે પેઢીમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું....!
Deesa City, Banas Kantha | Nov 11, 2025
ડીસામાં ઘીની 2 પેઢીઓ તાસ્વી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ્સનું શંકાસ્પદ ઘી ફૂડ વિભાગની તપાસમાં ઝડપાયું છે. બંને પેઢીઓમાંથી 8.89 લાખનો 1500 કિલો ઘી જપ્ત કરાયો છે. બંને પેઢીઓ સામે અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ ઘી અંગે કેસ નોંધાયા હતા. હાલ લેવામાં આવેલા તમામ નમૂનાઓ સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. વિભાગે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.....