જૂનાગઢ: જૂનાગઢ SOG દ્વારા ઝડપી પાડેલા શિષ્યવૃત્તિ કૌભાંડના આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો
જુનાગઢ સ્કોલરશીપ કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં થયા નવા ખુલાસા જૂનાગઢ SOG દ્વારા ઝડપી પાડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ક્રિષ્ના પેરામેડિકલ સંચાલકે સ્કોલરશીપના પૈસાથી ફોર વ્હીલર ખરીદ કરી હોવાનું કબૂલ્યું છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ અને રોયલ ઈન્સ્ટીટ્યુટના એકાઉન્ટમાંથી કુલ ૯૨ ચેક દ્વારા રોકડ ઉપાડ કરાયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા તમામ ચેકના વિગતવાર રેકોર્ડ મેળવી તપાસ ચાલી રહી છે.