સાવલી – વડોદરા રોડ પર ગિરિધર નગર ચોકડી પાસે અકસ્માત સાવલીની ગિરિધર નગર ચોકડી પાસે આજે સાવલી–વડોદરા રોડ પર આવેલી પોલીસ ચોકી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ કારચાલકે ઓવરટેક કરવાની કોશિશ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતાં કાર ટ્રક સાથે અથડાઈ હતી. સદનસીબે અકસ્માત માં કોઈ જાનહાની નોંધાઈ નથી. કારને પણ નગણ્ય પ્રમાણનું નુકસાન થયું હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પ