પાટણ વેરાવળ: વેરાવળના નારિયેળી પૂનમ નિમિતે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું,સમસ્ત ખારવા સમાજના પટેલે આપી પ્રતિક્રિયા
વેરાવળના સાગરખેડૂઓ દ્વારા નારિયેળી પૂનમ નિમિતે આજરોજ રત્નાકર સાગર તટે સમુદ્ર દેવનું પૂજન કરવામાં આવ્યું હતું.માછીમારો સમગ્ર વર્ષ દરમિયાન દરિયો ખેડીને રોજીરોટી મેળવતા હોય છે ત્યારે આજરોજ નારિયેળી પૂનમ નિમિતે પૂજા કર્યા બાદ તેઓ માછીમારીની શરૂઆત કરતા હોય છે અને આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે ત્યારે સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાએ આપી પ્રતિક્રિયા