ચીખલી તાલુકાના ખાંભડા દેસાઈ ફળિયામાં રહેતા 34 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.મૃતકનું નામ મનીષ બાબુભાઈ પટેલ (ઉંમર 34) છે. તે સુરતના સચિન ખાતે સિલાઈ મશીનનું કામ કરતો હતો.મનીષ તેના નિત્યક્રમ મુજબ સચિન ગયો હતો. તેણે ઘરે નાઈટ હોવાનું કહી પરત ફર્યો ન હતો.બીજા દિવસે સાંજ સુધી તે પરત ન આવતા પરિવારજનો અને મિત્રોએ તેની શોધખોળ શરૂ કરી હતી.