જૂનાગઢ: જિલ્લામાં 2.66 લાખ હેક્ટર વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન
જુનાગઢ જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. જિલ્લાના ૧૦ તાલુકામાં મગફળી, સોયાબીન અને કપાસ જેવા મુખ્ય પાકને ભારે અસર પહોંચી છે. કુલ ૩.૭૧ લાખ હેકટર વાવેતર વિસ્તારમાંથી આશરે ૨.૬૬ લાખ હેકટર વિસ્તાર વરસાદથી અસરગ્રસ્ત થયો છે. જિલ્લા વહીવટી તંત્રે પાક નુકશાનીના સર્વે માટે ૮૫ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં ૫૨૧ ગામોના પંચરોજકામ સર્વે પૂર્ણ થયા છે અને અંદાજે ૨.૦૩ લાખ ખેડૂતોને નુકસાન થયું.