વડોદરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે તલવાર સાથે ઝપાઝપી થઈ હોવાની ઘટના સામે આવી છે.શહેરના લાલબાગ બ્રિજ નીચે ગંભીર ઘટના સર્જાઈ હતી.બંને જૂથ વચ્ચે પથ્થરમારો થતા વિસ્તારમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.મારામારી કરનાર સિક્લીગર પરિવાર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.ત્યારે આ ઘટના ના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.તલવારબાજીમાં આસપાસના કેટલાક લોકો પણ ઇજાગ્રસ્ત હતા જેમણે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી