જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા સમયાંતરે કેડેટ્સને સંરક્ષણ દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા શૈક્ષણિક અને પ્રેરક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં શાળાએ નેશનલ ડિફેન્સ અકાદમી ખડકવાસલા પુણે, કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ, આર્મી ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એ.એફ.એમ.સી પુણે, આઈ.એન.એસ શિવાજી લોનાવાલા અને આર્મર્ડ કોર્પ્સ સેન્ટર એન્ડ સ્કૂલ, અહિલ્યાનગરનો પાંચ દિવસનો શૈક્ષણિક અને પ્રેરક પ્રવાસ યોજાયો હતો,