થરાદ: જમડા ગામે અઠવાડિયા બાદ પણ પાણી ભરાયેલા, ખેડૂતો મુશ્કેલીમાં
થરાદ તાલુકાના જમડા ગામે સતત વરસેલા ભારે વરસાદને અઠવાડિયું થવા આવ્યું હોવા છતાં ખેતરો અને ખેડૂતોના ઘરોમાં પાણી ભરાયેલા જ છે. જેના કારણે ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.ખેતરોમાં હજુ પણ ઘૂંટણ સુધી પાણી ભરાયેલા હોવાથી પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. બીજી તરફ ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી સહિતનો સામાન બગડી ગયો છે, જેના કારણે ખેડૂતો ભારે પરેશાન થયા છે.