ડીસા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તા.૧૨/૧૨/૨૦૨૫ ને શુક્રવારના રોજ પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે. વિંઝુડાને મળેલી ખાનગી બાતમીના આધારે, ડીસાના વાડીરોડ ટેકરા વિસ્તારમાં આવેલા બાવળોની ઝાડીમાં જુગાર રમી રહેલા ત્રણ ઈસમોને રોકડ રકમ અને ગંજીપાના સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીને પકડી પાડીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...