પંચમહાલ એલસીબી પોલીસે ગોધરા તાલુકાના વણાંકપૂર પાસેથી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી, જેમાં શંકાસ્પદ સફેદ કાર રોકાવાની ના પાડી ભાગી ગઈ. ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ કાર અવાવરૂ જગ્યાએ છોડીને ભાગતા બે ઇસમોને બાવળની ઝાડીઓમાંથી ઝડપી લેવામાં આવ્યા. કારમાંથી 840 બિયરના ટીન મળી આવ્યા, જેની કિંમત રૂ. 3.15 લાખ છે. કુલ રૂ. 5.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠ