વંથળી: ટીકર ગામે આર્મી જવાને ત્રણ યુવકોને ડૂબતા બચાવી પોતાનો જીવ ગુમાવ્યો,આજે લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ
વંથલી તાલુકાના ટીકર ગામે બલિદાનની અદભુત ઘટના બની છે. રજા પર આવેલા આર્મી જવાન ભરત ભેટારીયાએ ઓજત નદીમાં ડૂબતા ત્રણ યુવકોને બચાવવા જતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. 18 કલાકની જહેમત બાદ તંત્રને મૃતદેહ હાથ લાગ્યો હતો ત્યારે તેમના વતન ટીકર ગામે આર્મી બટાલીયનના જવાનો, નિવૃત સૈનિકો, પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તેમને સન્માન અને અદબ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.