સુરતના અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં શાળાએથી ઘરે જતી સગીરાની બે ઈસમોએ શારીરિક છેડતી કર્યા હોવાનો આક્ષેપ થયો છે. શાળાએથી ઘરે જતી સગીરાનો હાથ પકડી તુમ હમારે સાથ ઘર ચલો કહી છેડતી કર્યા હોવાની ફરિયાદ સગીરાના પિતાએ અમરોલી પોલીસમાં નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી રવિવારના રોજ રાજકુમાર યાદવ અને મુકેશ મીર ની છેડતીના આરોપસર ધરપકડ કરી છે. બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ કન્ટ્રક્શન કરવામાં આવ્યું છે. વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી છે.