રાણપુર: પાળીયાદ ત્રણ રસ્તા પાસે 3,74,265 ના દારૂની હેરાફેરી કરનાર ફોરવીલ સાથે એક ઈસમને ઝડપી પાડતી પોલીસ
Ranpur, Botad | Apr 4, 2025 રાણપુર પોલીસ સ્ટાફ જાહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ધંધુકા બાજુથી એક તોફાન ફોરવીલ ગાડી વિદેશી દારૂ લઈને રાણપુર તરફ આવે છે ત્યારે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને પાળિયાદ ત્રણ રસ્તા પાસે રેલવેના નાણા પાસે ઉભા હતા તે દરમિયાન આ ફોરવીલ આવતા પોલીસ દ્વારા તેની તપાસ કરતા ફોરવીલ માંથી 3,74,265 ના મુદ્દા માલ સાથે એક ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી