રાજકોટ: નવાગામદેવનગરઢોરા પાસે રહેતા યુવકને10શખ્સો દ્વારા અપહરણ કરી ઢોર માર મરાયો,ગ્રામજનોમાં ભયનો માહોલ,પોલીસ કાર્યવાહી ક્યારે?
આજે સવારે7:30વાગ્યે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના નવાગામ દેવનગર ઢોરા પાસે રહેતા યુવકને10અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી ઢોર માર મારી છોડી મૂકવામાં આવ્યો હતો.બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવકને હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.દિન પ્રતિદિન વધી રહેલ અસામાજિક તત્વોના આતંકને લઈને શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે પોલીસતંત્ર દ્વારા આવા તત્વોને ઝડપી પાડી તેના વિરુદ્ધ કડકમાંકડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠીછે.