વડોદરા સાવલી સાવલી તાલુકાના મોક્ષી ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકની અમાનવીયતા સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા એક નાનકડા વિદ્યાર્થીને વાંચતા ન આવડતાં શિક્ષકે ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં રોષની લાગણી ફેલાઈ છે અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, ૧૫ ડિસેમ્બર ના રોજ વર્ગખંડમાં શિક્ષણ દરમિયાન વિદ્યાર્થી પાઠ યોગ્ય રીતે ન વાંચી શકતા શિક્ષક ગુસ્સે ભરાય